પપ્પા, જુઓ મેં શું બનાવ્યું….
અરે વાહ….. ખુબ સરસ. ચાલો હવે જઈએ.
આ વાત લગભગ પાંચ-છ સેકન્ડમાં પતી ગઈ, બાળક કશુંક બતાવવા માંગતો હતો અને પપ્પાએ કશું જોયા વગર પ્રોત્સાહિત પણ કરી દીધો અને નીકળવાની ઇન્સ્ટ્રક્શન પણ આપી દીધી.
ના બાળકને આવા એપ્રિસિએશનની કોઈ જરૂર નથી.
તો પછી બાળકને એપ્રિસિયેટ કઈ રીતે કરવા? ફીડબેક કઈ રીતે આપવો?
1) વાહ, ખુબ સરસ કર્યું. વેરી ગુડ. – આવા જેનેરિક ફીડબેક ના આપો.
2) તું તો જીનીયસ છે. વાહ મારા સાયન્ટિસ્ટ. – જેવા સુપરલેટીવ ફીડબેક બિલકુલ ના આપો.
3) બાળકે જે કર્યું છે તે શાંતિથી જુઓ. એક-બે મિનિટ સ્પેન્ડ કરો સમજવા માટે અવલોકન કરવા માટે. જે તમને નથી સમજાતું એ પ્રશ્ન પૂછો. આ સમય એ સૌથી મોટું પ્રોત્સાહન છે.
4) બાળકે કરેલા કામના આઉટપુટને કે બાળકની આવડતને એપ્રિસિયેટ ના કરો, પરંતુ તેણે મુકેલા એફર્ટ ને પ્રોત્સાહિત કરો.
5) જે વાત ખરેખર સારી કરી છે એ સ્પેસિફિક ભાગને એપ્રિસિયેટ કરો જેમકે…..
- આ પ્રેઝન્ટેશનમાં તારું કલર સિલેક્શન સરસ છે.
- આ પ્રોજેક્ટમાં તે વાયર બહુ સરસ રીતે ગોઠવેલા છે હો.
- વીડિયોમાં તું સરસ અને પૂરતું મોટેથી બોલ્યો છો
- મેચમાં તું તારા કોચની બધી ઇન્સ્ટ્રક્શન બરાબર રીતે ફોલો કરી રહી હતી હો.
- લાગે છે તે ધ્યાનથી વાંચ્યું છે આ ચેપટર, જો એના માર્ક વધુ છે.
અને જો કશુંજ સારું ના દેખાય તો તાત્કાલિક તમારા મગજના નંબર ચેક કરાવો.
Very true