7 વર્ષના બાળકના માતા પિતા બંનેને ફાઈવ સ્ટાર સ્કૂલમાંથી સમન્સ આવ્યો. “તાત્કાલિક આવીને મળી જાઓ.”
હાંફળા ફાંફળા માતા પિતા પહોંચ્યા ત્યારે સનસનીખેજ ફરિયાદ સાંભળવા મળી.
બહુજ “ઈન-ડિસિપ્લિન” છે તમારી છોકરી તો — શિક્ષિકાએ સંભળાવી દીધું.
પિતા સ્તબ્ધ બની સાંભળતા રહ્યા…. માતાને તો કાપોતો લાહી ના નીકળે
ક્લાસમાં ટીચર છે, ભણાવે છે, અને તમારી છોકરી ઉભી થઇ કોઈને પૂછ્યા કહ્યા વગર વોશરૂમમાં જતી રહે છે.
એડમિશન કેન્સલ ના થઇ જાય એ ડરથી માતા એ બાળકીને ધમકાવી. કેમ એમ જતી રહી પૂછ્યા વગર?
“મેં ગઈ વખતે પૂછ્યું હતું, પણ મને ના પાડી હતી.” — બાળકીએ પોતાનો પક્ષ રજુ કર્યો. “આ વખતે મને બહુ લાગી હતી. જો પૂછીશ તો ના પાડશે અને હું કેમ રોકીશ એ વિચારી હું પૂછ્યા વગર જતી રહી.”
માતા પિતાએ માફી માંગી અને ફરી આવું નહિ કરે તેવી બાંહેધરી આપી.
મને આવી ને પૂછ્યું, શું કરવું?
મેં કહ્યું છોકરીની સમજદારી માટે શાબાશી આપો.
હવે એ માતા પિતા મારી સાથે બોલતા નથી.
મેં કે બાળકીએ કશું ખોટું કર્યું?