ધન તેરસ કે ધન તરસ?

ફરક તો માત્ર એક નાનકડી માત્રા નો જ છે પણ આ એક નાનકડા ફરકે આ ધરતી પર બહુ મોટું પરિવર્તન લાવી દીધું છે. સમુદ્ર મંથન વખતે અન્ય મૂલ્યવાન ચીજોની સાથે સમુદ્રના પુત્રી એવા શ્રી લક્ષ્મી પ્રાપ્ત થયા. અને એજ સેકંડ થી લોકોની ધન માટેની તરસ શરુ થઇ ગઈ. લડાઈ ને રોકવા સ્વયમ વિષ્ણુ ભગવાને લક્ષ્મી દેવી સાથે લગ્ન કાર્ય અને લક્ષ્મી પતિ બન્યા. ત્યારથી આજ સુધી “લક્ષ્મી” માત્ર ત્યાજ જાય છે જ્યાં એમના પતિનો વાસ હોય છે. બાકી બધી જગ્યાએ “પૈસો” હોય છે.

જર જમીન અને જોરુ ત્રણેય કજીયાના છોરું.

પૈસો વેર કરાવે.

જેવી કેટ કેટલીયે કહેવતો છે જે ધન નું અવમૂલ્યન કરે છે. પણ શું કામ?

મને નથી ખબર.

ખબર નહી ધન ને તુચ્છ ગણવાની આ પ્રથા ક્યારથી ભારતમાં શરુ થઇ. લોકો કેમ ગરીબ હોવાનું અને ગરીબ જ રહેવાની વાતો કરતા ગર્વ અનુભવે છે.

ભારતના એક પણ ધર્મ ગ્રંથોમાં ક્યારેય ગરીબીની વાત નથી કરાઈ. હા સાદગીની વાત થઇ છે. હિંદુ ધર્મ ગરીબીની ધિક્કારે છે. એ હોય એટલી તાકાત લગાડી ગૃહસ્થાશ્રમ ના ૨૫ વર્ષ ખુબ ધન કમાવાની વાત કરે છે. પણ આ ધન માત્ર પોતાના માટે નથી. સર્વ માટે છે. આ ભાવના એટલે હિંદુ અર્થશાસ્ત્ર. પશુ માટે ચરિયાણ, પક્ષીઓ માટે ચબુતરા, રોગીઓ માટે ઔષધાલય, પ્રવાસીઓ માટે ધર્મશાળા, પાણી ના પરબ અને જમવાના અન્નક્ષેત્ર આ ધર્મ એ સ્વીકારેલા છે. આ કશું એમનેમ મફત નથી થઇ જતું. ચોક્કસ પણે તેના માટે સંપત્તિ જોઈએ છે. અને માટેજ હિંદુ શાસ્ત્રો ક્યારેય સંપતિ કમાવાથી રોકતા નથી. પણ હા માત્ર અને માત્ર પોતાના અંગત સ્વાર્થ માટે તેનો સંગ્રહ અને ઉપયોગ એ વર્જ્ય છે. જયારે આમ બને છે ત્યારે એ ધન તેરસ મટી ધન તરસ બને છે. અને નાશ નોતરે છે.

રાવણની વ્યાખ્યા

હું કહું એ જ સાચું એ હઠ એટલે રાવણ

મારું કીધેલું બધાએ કરવું જ પડે આ હઠ એટલે રાવણ

પોતાની ઈચ્છા બીજા પર થોપવી એ રાવણ

રાવણ ની વ્યખ્યા વિષ્ણુ પુરાણમાં આપેલ છે.