શક્તિ રૂપેણ સંસ્થિત…… નમસ્તસ્યે નામો નમઃ

મારા વહાલા બાળકો, તમારે પણ ભારતના ક્રાંતિકારી દેશભક્તો વિષે વાંચવું જોઈએ અને અને તેમના અનુભવો સમજવા જોઈએ. તોજ તમે સમય અનુસાર તમારા જીવનો નો રાહ પસંદ કરી શકશો.

મારા આપ સહુને આશીર્વાદ છે… કે આપ સહુ “દેશભક્ત” બનો

ઉપર લખેલા વાક્યો કોઈ રાજકીય નેતાના હોય એવું પ્રથમ દ્રષ્ટિએ લાગે. અને જો એવું હોય તો આ વાક્યો ભલે વાચવા માં બહુ સારા લાગે પણ તેમાં કોઈ વજુદ હોત નહિ. કારણકે માણસની વાણી અને વર્તન, કહેણી અને કરણી માં ફેર હોય તેના વાણી વિલાસનો કોઈ મતલબ હોતો નથી.

પણ જો એમ કહું કે આ વાક્યો એક એવી માં ના છે કે જેના માત્ર સાડી ત્રેવીસ વર્ષના પોતાના જુવાન જોધ દીકરાને માતાની હયાતીમાં જ ફાંસીએ ચડાવવામાં આવ્યો હતો તો? તો દરેક વ્યક્તિએ આ વાત સાંભળવી પડે અને માનવી પણ પડે.

યુવાનોને આ સંદેશો આપ્યો છે ભગતસિંઘ ની માતા વિદ્યાવતીદેવીએ. અને પોતાના જુવાન જોધ દીકરાને જેણે દેશને અર્પણ કરી દીધો એ માતા જયારે આ મર્દાનગીના વાક્યો બોલે ત્યારે આપો-આપ સમજાય જાય કે શા માટે ભારત માં શક્તિ પૂજન નું મહાત્મ્ય છે. શા માટે ભારત કાળી, જગદંબા અને અંબાની સ્તુતિ કરે છે. (આજે ૨૮ સપ્ટેમ્બર ભગતસિંઘ નો જન્મદિવસ છે.)

આજે નવરાત્રી નો આરંભ થઇ રહ્યો છે. શક્તિ પૂજન, દેવી પૂજા, કાળી પૂજા, કે નવરાત્રી જે નામ આપો તે પણ છેવટે તો આ સર્જનહારી માતૃ શક્તિની પૂજાનો અવસર છે. આવીજ કેટલીક જગદંબા સ્વરૂપ માતૃ શક્તિનો પરિચય આજે હું તમને ફોટો સહીત કરાવવા છું. કે જેમના સંતાનો એ આ આ દેશ અને સમાજ માટે પોતાનું સર્વસ્વ આપી દીધું, સમાજની ઉન્નતી દેશની આઝાદી કે પ્રગતિ માટે જીવનભર મહેનત કરતા રહ્યા. આ નરવીરો ને જન્મ આપનાર માતૃશાક્તિને આપણે ખાસ ઓળખાતા નથી. ચાલો આજે આ નવરાત્રીના અવસરે તેમને જાણી, તેમના દર્શન કરી, પાવન થઈએ.

ભગતસિંહ ની માતા શ્રીમતી વિદ્યાવતીદેવી

ચંદ્રશેખર આઝાદ ની માતા જગરાનીદેવી

સ્વામી વિવેકાનંદની માતા શ્રીમતી ભુવનેશ્વરી દેવી

ભગતસિંહની સાથે જેમને ફાંસી મળેલ એ સુખદેવની માતા રલ્લીદેવી

સાડી પાંચસો રજવાડાને ભેગા કરી અખંડ ભારતને ઘડનાર, સરદાર પટેલની માતા લાડબા

મહાત્મા ગાંધી ના માતા પૂતળીબાઈ

ભગતસિંહની સાથે જેમને ફાંસી મળેલ એ રાજગુરુની માતા

આ સર્વે ભારતમાતાઓ ને શત શત વંદન…….