ભવિષ્યકાળ

રાજા ચોરી કરે છે…

આ વાક્યને ભવિષ્યકાળ માં લખવું હોય તો શું લખાય?

આપણને શાળામાં ભણાવ્યું છે મુજબ તો આમ થાય…

રાજા ચોરી કરશે….

પણ જો આજ વાક્યનું ભવિષ્ય કથાન આ મુજબ થાય તો?

રાજા ફાસીએ ચડી મરશે…

તો આ દેશ ફરી પોતાની અભૂતપૂર્વ જાહોજલાલી પાછી મેળવી લે.

ગુરૂ પૂર્ણિમા

ચિન્મયમ વ્યાપી યત્સર્વમ, ત્રૈલોક્ય સચરાચરમ
તત્પદમ દર્શીતમ યેન, તસ્મૈ શ્રી ગુરવે નમઃ

એ મહાપુરુષ કે જે આ બ્રહ્માંડ માં બધાજ જડ અને ચેતન માં રહેલ ઉર્જા અને શક્તિનું મને ભાન કરાવે તેને હું ગુરુ તરીકે નમસ્કાર કરું છું.

આપણને સહુને એવા ગુરૂ મળે કે જે આપણને આપણી શક્તિનું અને કર્તવ્યનું ભાન કરાવે. અને જો ના મળે તો આપણે પોતેજ આપના ગુરૂ બની રહીએ.

ગુરૂ પૂર્ણિમા ની શુભ કામનાઓ.