ધંધો કરવાની ધગશ…..

એક સામાન્ય માણસે પાણીપુરીની લારી શરુ કરી. માણસ ખંતીલો હતો. ચોક્ખાઈ, સ્વાદ, સારો કાચો માલ, વ્યજબી ભાવ, ગ્રાહકો સાથે સારી વાતચીત. આ બધા પરિબળોને લીધે ટૂંક સમયમાં જ તેની ખ્યાતી વધવા માંડી. ઘરાકી વધવા માંડી. લારી માંથી નાનકડી દુકાન કરી. વધતી ઘરાકી પહોચી ના શકાતા બીજા કારીગરો રાખ્યા. એમ કરતા કરતા ધંધો વિસ્તરતો ગયો. ખુબ મોટી આલીશાન દુકાન કરી. અને પછીતો તેની શાખાઓ પણ ખોલી. છાપુ વાચવા જેટલી પણ જેનામાં આવડત નહોતી તે બિઝનેસ પ્લાનીંગ તો શેનું કરે? અભણ માણસે માત્ર પોતાની મહેનત અને નિષ્ઠાના જોડે ધંધો જમાવ્યો અને ટકાવ્યો. કેટલીયે મંદી અને મહામંદી આવી અને ગઈ. પણ આ ધંધાને કોઈ અસર ના થઇ. પાણીપુરી વાળાનો છોકરો મોટો થયો. વિદેશમાંથી એમ.બી.એ કરીને આવ્યો સૂટેડ બુટેડ થઈને. તેને પિતાના ધંધાનો અભ્યાસ કર્યો અને કહ્યા પિતાજી એક બહુ મોટી મંદી આવી રહી છે આપણે કોસ્ટ કટિંગ અને બીજા પગલા લેવા જોઈશે. ગમે તેમ કરીને આ વાત તેના મગજમાં ઘુસાડી દીધી. પાણીપુરીવાળો ડરી ગયો. મંદી આવવાની છે તેમ માની માલનો ઓર્ડર ઓછો કરી નાખ્યો. અમુક કર્મચારીને છુટા કરી નાખ્યા. કરકસર કરવા લાગ્યો. પૂરી ની સંખ્યા ઘટાડી નાખી. માણસો ઓછા હોવાથી ગુણવત્તા અને ગ્રાહકો સાથેનો વ્યવહાર બંનેમાં ફરક પડી ગયો. ગ્રાહકો કંટાળી ગયા. અને આવતા બંધ થયા. ધંધો પડી ભાંગ્યો. પાણીપુરીવાળો ખુશ થયો કે તેના દીકરાએ સાચું જ કહ્યું હતું. જો મંદી આવી………………..

માણસની કામ કરવાની ધગશ, લગન અને મહેનત આગળ કોઈનું કશું ચાલતું નથી અને જો આ ના હોય તો કોઈ બચાવી શકતું નથી.