એકલો જાને રે….

મારે મારા એક બહુ અંગત સગા સાથે એક વાત પર ખુબ ચર્ચા થાય. ચર્ચાનો મુદ્દો મોટાભાગે સામાજિક સમસ્યાઓ અને રાષ્ટ્રીય રાજનીતિ વગેરે વગેરે હોય. સામાન્ય રીતે હમેશા અમારા વિચારો મળતા આવતા હોય. પણ કોઈ પણ ચર્ચાનો અંત હમેશા અસહમતીથી આવે. એમનું કહેવું એવું છે કે આપણા એકલાથી કઈ ના થાય. એટલે જાહેર માં કઈ બોલાય નહિ. કોઈ શક્તિશાળી પણ ખોટા માણસ સામે પડાય નહિ વગેરે વગેરે. અને હું હમેંશા આ વાતનો વિરોધ કરું. કોઈ પણ સારા કામની શરૂઆત તો એક માણસ જ કરતો હોય. કોઈકે તો શરૂઆત કરવીજ પડે. એમ બેઠા રહેવાથી ના ચાલે. વગેરે વગેરે. અમારી વચ્ચેની આ અસહમતી હમેશા રહી. ક્યારેય એમાં સહમતી ના થઇ.

પરંતુ હમણા અન્ના હજારે ના ઉપવાસથી મને મારી જાત પર સંતોષ થયો. કે હું સાચો છું. એકલો માણસ ઘણું કરી શકે. એક માણસ જો ધારે તો દિલ્લીની ગાદી હલાવી શકે. હાર્યા ભર્યા ખેતરને જેમ તીડનું ઝુંડ એક જ રાતમાં સાફ કરી નાખે એમ આ દેશને તીડીયા નેતાઓ હજમ કરી રહ્યા છે. આ ઝુંડમાટે અન્ના હજારે એ એકલા હાથે આગ અને ધુમાડાનું કામ કર્યું છે. જેણે આ તીડના ટોળામાં હાહાકાર મચાવી દીધો.

મિત્રો ૧૦૦ કૌરવો સામે લડવા પાંડવો પાંચ જ કાફી હોય છે. લંકાની સેનાનો નાશ કરવા અમુક વાનરોજ કાફી હોય છે. કારણકે જ્યાં સત્ય હોય છે ત્યાં સંખ્યા ની જરૂર નથી પડતી. શક્તિ સ્વયમ ત્યાં આવીને વસે છે.

ઇન્ડિસ સર્વિસીસ દ્વારા “રામાયણ” પર ગ્રુપ ડિસ્કશન

ભાવનગર સ્થિત આઈ.ટી. કંપની ઇન્ડિસ સર્વિસીસ દ્વારા તારીખ ૧૨/૪/૧૧ મંગળવારના રોજ રામનવમી નિમિત્તે “રામાયણ” વિષય પર એક ગ્રુપ ડિસ્કશનનું આયોજન કરેલ છે. આ ગ્રુપ ડિસ્કશનમાં કોઈ પણ કોલેજના વિદ્યાર્થીઓ ભાઈ લઇ શકે છે. માત્ર ૧૦ ભાઈઓ બહેનોનું ગ્રુપ બનાવવામાં આવશે. સારું પ્રદર્શન કરનારને ઇનામો આપવામાં આવશે. રસ ધરાવનાર યુવાનોએ ૩:૩૦ વાગ્યા સુધીમાં ઇન્ડિસ સર્વિસીસ, ૩૦૫, ઈવા કોમ્પ્લેક્ષ, ગુલીસ્તા મેદાનની સામે, ભાવનગર. ખાતે હાજર રહેવું.