નવસો પછી દસસો કેમ નહિ???

હમણા એક છોકરી પોતાના નાના ભાઈને ભણાવતી હતી. એકડા શીખવતી હતી. આમતો શીખવાની કે શીખવવાની રીત કઈ એવી અસાધારણ નહોતી કે બ્લોગ લખવો પડે. પણ બાળકે શીખતા શીખતા બહુ અઘરો સવાલ પૂછી નાખ્યો. આ આઠસો, નવસો પછી હજાર કેમ કહેવાનું? દસ સો કેમ નહિ?

એક બાળક તરીકે તેની હિંમત અને કલ્પના શક્તિને વંદન કરવાનું મન થયું. કારણકે મારી સહીત આ બ્લોગ વાચનારા આપ સૌ માંથી કોઈને એવો સવાલ થયો નહોતો. અને થયો તો પૂછવાની હિંમત કરી નહોતી. બસ એ ગોખી લીધું કે નવસો પછી હજાર જ આવે. ખબર નહિ કેવી છે આપણી આ પ્રથા.

ભગવાન એ બાળકની મૌલિકતા સહી સલામત રાખે એવી પ્રાર્થના.