ઇન્ડિસ હવે નવી ઓફિસમાં…..

ઇન્ડિસ પોતાની નવી ઓફિસમાં શીફ્ટ થઇ રહી છે. થોડાજ સમયમાં પોતાના આઠમાં વર્ષમાં પ્રવેશનારી મારી આ “બ્રેઈનચાઇલ્ડ” એ આજ સુધીમાં મારી સાથે સાથે ઘણા ચડાવ ઉતાર જોઈ લીધા. ખિસ્સામાં એક પણ પૈસો નહોતો. ૧૨૦ રૂપિયાની ઉધારીથી શરુ કરેલી ઇન્ડિસએ હાલમાંજ વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં રૂપિયા ૨૩ કરોડમાં એમ ઓ યુ કર્યા છે. આવતા ૨ વર્ષમાં ઇન્ડિસ ઓછામાં ઓછા બસ્સો લોકોની “તાકાત” ધરાવતી કંપની બની જાય એ હવે મારા માટે પહેલું લક્ષ્ય છે. વિશ્વાસ છે, બહુ જલ્દી પૂરું થશે.

મને બધા અભિનંદન આપે છે. ઘરના, બહારના, ઓળખાતા અને ન ઓળખાતા બધા. પણ મારે સહુને એટલુંજ કહેવાનું કે આપ સૌ પોતાની જાતને અભિનંદન આપો. માત્ર મને મને. હજુ તો મારું જીવન લક્ષ્ય દુર છે, પણ અત્યારે જ્યાં પણ છું તેમાં આપ સૌનો કૈક ને કૈક ફાળો છે. નાનો કે મોટો. માટે ઇન્ડિસ એ કાઈ એક કંપની નથી, એક પ્લેટફોર્મ છે. જ્યાં ઉભા રહી આપણે સહુ પોતાના જીવન માં “કઈક કરી બતાવવા માટે મહેનત કરીએ છીએ.“

હમણાંજ એક કર્મચારીએ મને નવી ઓફીસ માટે અભીનંદન આપ્યા. મેં તેને સામા અભિનંદન આપ્યા. તમારી જવાબદારી નાની હોય કે મોટી, એ આમાં  બિલકુલ મહત્વનું નથી. મહત્વની વાત કંપની અને કંપનીના ધ્યેય માટે તમારી નિષ્ઠા અને કામ કરવાની વૃત્તિ છે.

ઇન્ડિસ ના કર્મચારીઓ, ગ્રાહકો, મારા કુટુંબીજનો કે ઇન્ડિસ સાથે સીધી કે આડકતરી રીતે જોડાયેલા તમામ લોકોને મારે માત્ર એટલુંજ કહેવાનું કે આપણે રામસેતુ બનાવી રહ્યા છીએ. આમાં હનુમાન અને ખિસકોલી બંનેનું મહત્વ સરખું છે.

સરદાર ઉવાચ….

ભારતની પ્રજાને સ્વત્રંત્રતા શું કહેવાય એ સમજાવી સ્વત્રંત્ર ભારતનું નિર્માણ કરનારા વિરલ વ્યક્તિ સરદાર વલ્લભભાઈ પટેલના કેટલાક વાક્યો.

–          હું શીખવવા માગું છું કે આ સરકારનું રાજ્ય કેવળ તમારી નબળાઈ પર જ ચાલે છે.

–          તમે પવિત્ર થાઓ અને એબ કાઢી નાખો તો તમારે કોઈથી ડરવાનું નથી. જે દિવસે તમે નીડર થયા એજ વખત થી તમે સ્વતંત્ર છો.

–          ગમતી સલાહ તો સૌ માને, પણ ના ગમતી સલાહ માનતા થશો ત્યારે જ સ્વરાજ સ્થાપવું સંભવિત  છે.

–          આપણું નિશ્ચયબળ અને ભોગ આપવાની તૈયારી એ આપણા હથિયાર છે.

–          તાકાત વગર બોલવાથી ફાયદો નથી. દારૂગોળા વગર જમગરીથી ભડાકો નથી થવાનો.

–          હું કાયરોને લઈને લડવા નીકળ્યો નથી. હું તો સરકારનો ડર છોડી બહાદુર બન્યા તેમની સાથે ઉભો રહીને લડવા માગું છું.

 

વાચતા વાચતા એવું લાગ્યું કે તેમણે ૭૦-૮૦ વર્ષ પહેલા ભારતના લોકો ને જે શિખામણો આપી તેમાંથી આપણે એક પણનું પાલન કર્યું નથી?

સ્વામી વિવેકાનંદ અને યુવા સપ્તાહ

તારીખ ૧૨ જાન્યુઆરી એ સ્વામી વિવેકાનંદ નો જન્મ દિવસ છે. આ દિવસ ભારત માં રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે ઉજવાય છે. અને એક સપ્તાહ યુવા સપ્તાહ તરીકે ઉજવાય છે. ધરતી પરના સૌથી યુવાન દેશ એવા ભારત ના યુવાનો ને સ્વામી વિવેકાનંદ નો આ સંદેશ ઉપયોગી થઇ પડશે.

ભારત વર્ષોથી પોતાની સહિષ્ણુતા માટે જાણીતું છે. અને આ સહિષ્ણુતાને લીધે જ હજુ સુધી ટકી શક્યું છે. પણ છેલ્લા કેટલાક સમયથી આપણી આ સહિષ્ણુતા કાયરતા બની ગઈ છે. મર્દ બનો, હિમતવાન બનો. તાકાતવાન થાઓ. બધી જવાબદારીઓ પોતાના શિરે લઇ લો. અને જાણી લો કે તમારા ભવિષ્યના ઘડવૈયા તમે પોતેજ છો. નિર્બળતા નો ઉપાય શક્તિનો વિચાર કરવો એ છે નહિ કે નિર્બળતા વિષે વિચાર કરવો.