ભારતખંડ…… કૌભાંડખંડ…..

મારા તરફથી ૧૦ કરોડ

મારા ૫૦ કરોડ

મારા ૨૦૦ કરોડ

મારા ૧૦૦૦ કરોડ

મારા ૨૫૦૦૦ કરોડ

મારા ૧ લાખ કરોડ

મારા ૨ લાખ કરોડ

૧૯૪૭ માં ભારત આઝાદ થયું તેના ગણતરીના દિવસોમાં જ આઝાદ ભારતનું પહેલું કૌભાંડ થયું. ભારતના વડાપ્રધાન ત્યારે જવાહરલાલ નહેરુ હતા. બીજા થોડા મહિનાઓમાં ઉત્તરપ્રદેશ ના કપાસ વેચારાનાર એક સરકારી નિગમ કે જેના પ્રમુખ ખુદ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ હતા તેની પાસે રેલવેના કેટલાક બાબુઓએ કપાસની હેરફેર માટે રેક ફાળવવા માટે રુશ્વત માગી. નિષ્ઠાવાન કર્મચારીઓ અને ઉપ-પ્રમુખને આ વાત ગળે ના આવી. એક સરકારી ખાતું બીજા સરકારી ખાતા પાસે લાંચ માગે? છતાં જયારે કામ ઠપ થઇ ગયું ત્યારે ના-છુટકે લાંચ આપવી પડી. પરંતુ હિમતવાન ઉપ-પ્રમુખે નિગમના વાર્ષિક હિસાબો કે જે સંસદ માં રજુ થવાના હતા તેમાં બહુ સ્પષ્ટ શબ્દોમાં લાંચ નું ખાતું પાડ્યું. અને વિગતો સહીત ચોપડા સંસદમાં મુક્યા. સંસદમાં હોબાળો મચી ગયો. જે સંસ્થાના પ્રમુખ ખુદ વડાપ્રધાન હોય તેણે પણ સરકારમાંથી કામ કરાવવા લાંચ આપવી પડે તો બાકીના લોકો નું શું થતું હશે? વડાપ્રધાન માથે પસ્તાળ પડી. તરતજ રેલ્વેના એ ભ્રષ્ટ અધિકારીઓ ને “કડી સે કડી સજા” મળી. તેમની એ ગામ માંથી બીજા ગામ માં બદલી થઇ ગઈ. બધાએ ખાધું પીધું અને રાજ કર્યું. દેશનું સત્યાનાશ કર્યું. અને ત્યારથી આજ સુધી ઉપર લખેલા આંકડાઓ હરરાજીની જેમ વધતા રહ્યા છે. જાણે દેશ ની નીલામી થઇ રહી હોય એમ.

જયારે બ્રિટીશ પાર્લામેન્ટમાં ભારતની આઝાદી નો ખરડો પસાર કરવામાં આવ્યો ત્યારે તેનો વિરોધ કરતા ચર્ચિલએ કહ્યું હતું “આ દેશ આઝાદી ને લાયક નથી”. કદાચ ભારતને સૌથી વધુ સારી રીતે ચર્ચિલએ ઓળખ્યો હોય એવું લાગે છે.

યથા રાજા તથા પ્રજા એવું વર્ષોથી કહેવાતું રહ્યું છે. પણ આપણા માટે યથા પ્રજા તથા રાજા એ કહેવત વધુ સાચી છે. જ્યાં પ્રજાનેજ કઈ નથી પડી ત્યાં નેતાઓને શું કહેવું? ૨૦૦-૫૦૦ રૂપિયાની ચોરી કરનાર કે ૨-૪ વાહનો ચોરનારને પોલીસ પકડી તેની પાસે બધી ચોરી કબુલ કરાવી બધું પાછું ઓકાવે છે. પણ ૨૫-૫૦ હજાર કરોડ રૂપિયા ખાઈ જનારનું રાજીનામું લઇ લેવાય છે કે જેથી તે શાંતિથી આ રકમ વાપરી શકે.

રે……….. ભારત……….

સજ્જનોની નિષ્ક્રિયતા અને દુર્જનોની સક્રિયતા

ક્યારેય સાંભળ્યું છે કે ચોર ચોરી કરવામાં મોડો પડ્યો? ક્યારેય સાંભળ્યું કે લુટારાઓ ધાડ પાડવા ગયા અને તિજોરી તોડવાનો હથોડો ઘરે ભૂલી ગયા? લાંચ લેતો અધિકારી પકડાયાના કિસ્સા કેટલા? ભ્રષ્ટાચારી પ્રધાનના ભ્રષ્ટાચાર ખુલ્લા પડ્યા એવા કિસ્સા કેટલા? આવું બહુ જવલ્લેજ જોવા મળશે.

અને બીજી તરફ, પોલીસ હમેશા પેટ્રોલિંગમાં મોડી પહોચે છે. કેમ?

સજ્જનોને નિષ્ક્રિયતા અને દુર્જનોની સક્રિયતા. આજે આપણા સમાજ અને દેશ ની દુર્દશાનું આ પણ એક કારણ છે. અને કદાચ એક માત્ર પણ છે. જેને ખોટા કામો કરવા છે તેની પોતાના કામ પ્રત્યે કર્તવ્યપરાયણતા અને નિષ્ઠા અનુકરણીય અને ઉદાહરણીય છે. અને બીજી તરફ જેને ભગવાને કૈક સારું કરવાની સમજણ અને ક્ષમતા આપી છે તેમને કશું કહેવું નથી અને કરવું નથી.

દરેક માણસ અગ્નિ માંથી નીકળતા અંગારા જેવો હોય છે. આ અંગારા એટલેકે માણસ ત્રણ પ્રકૃતિના હોય છે.

કેટલાક અંગારા એવા હોય છે કે જે આગ માંથી નીકળી હવામાં પ્રવેશે એટલે એકાદા ઘાસના તણખલા પર કે વૃક્ષ પર પડે. જોત જોતામાં આખા જંગલને દાવાનળ માં ફેરવી નાખે. આખા જંગલને પોતાના પરિઘમાં લઇ લે અને પોતાનું ધાર્યું કરાવે.

કેટલાક અંગારા ઉડીને જમીન પર પડે. ના તે ઓલવાય ના તે કઈ બીજું કઈ કરી શકે, બસ થોડી વાર ગરમ રહે, આજુ બાજુની જમીન ને થોડી ગરમી મળે અને ઠરી જાય.

ત્રીજા પ્રકારના અંગારા ઉડીને પાણી માં પડે. પડ્યા ભેગા ખતમ.

આપણા સમાજના તમામ સજ્જનો આ ત્રીજા પ્રકારના અંગારા છે. તેમને બધી ભાન પડે છે સારા નરસાની પણ ઠરેલા છે. કશું કરવું નથી. કેટલાક માર્યાદિત સજ્જનો બીજા પ્રકારના છે જે બહુ બહુ તો પોતાના કુટુંબને કૈક ક્યારેક બે સારી વાતો સમજાવી શકે છે.

પણ બહુ ઓછા એવા  નરવીરો છે જે પહેલા પ્રકારના અંગારા છે. ક્યારેય નિષ્ક્રિય નથી રહેતા અને દાવાનળની જેમ બધે ફેલાઈ તમામને પોતાના પાઠ ભણાવે છે અને ગંદકીને સાફ કરીને જ રહે છે.

ચાલો આવા અંગારા બનીએ…..

દિવાળીની ખુબ ખુબ શુભકામનાઓ

Happy Diwali and Prosperous New Year

આપ સહુને દિવાળીની ખુબ ખુબ શુભ કામનાઓ. દિવાળીનો પ્રકાશ આપણા સહુના અંતરમનમાં શકિત, ચેતના, જ્ઞાન અને અભય લઈને આવે. નવા વર્ષમાં સહુનો પોતાના સત્કર્મમાં વિકાસ થાય તેવી અંતરથી શુભેચ્છાઓ.