પિયા બિન લાગત બુંદ કટારી………

લાગત બુંદ કટારી, પિયા બિન લાગત બુંદ કટારી.

છીત ભીતર છીત બહાર આવત, છીતમેં ચડત અટારી

પિયા બિન લાગત બુંદ કટારી……….
દાદુર મોર બપૈયા બોલે. કોયલ ગુંજે કારી

પિયા બિન લાગત બુંદ કટારી……….

સુરદાસ કહે તુમ્હરે બિરહમેં, દુખ લાગ્યો મોહે ભારી,

પિયા બિન લાગત બુંદ કટારી……….

પુષ્ટિમાર્ગ માં કીર્તન નો બહુ મહાત્મ્ય છે. અષ્ટસખા તરીકે ઓળખાતા આંઠ મહાન કીર્તનકરો પૈકીના એક સુરદાસ દ્વારા ઉપરનું કીર્તન રચાયું છે. વર્ષામાં કૃષ્ણના વિરહમાં વરસાદની બુંદો પણ કટારની જેમ ગોપીઓને ખૂંચે છે. આખું પદ કોઈ સારા કીર્તનકાર મારફત સંભાળવા જેવું છે.