પ્રજાસત્તાક ભારતનો કેસ સ્ટડી- Republic Day of India

આજે ૨૬મી જાન્યુઆરી. ભારતની પ્રજાએ પોતાની સત્તા આજના દિવસે પોતાના હાથ માં લીધી તેમ કહી શકાય. આ બાબતને અનુલક્ષીને કઈક કહેવું છે. એન્જીનીઅરીંગ નો વિદ્યાર્થી છું અને છ વર્ષથી મેનેજમેન્ટ કરું છું એટલે બધી જગ્યાએ કેસ સ્ટડી જોવાની ટેવ પડી ગઈ છે. માટે આહી પણ થોડા કેસ સ્ટડી જ રજુ કરું છું.

૧) દિલ્હી થી આવેલો એક અત્યંત સામાન્ય ઘરનો સામાન્યથી પણ ઉતરતો છોકરો નાટકબાજી કરીને ખુબ નામ કમાય છે. થોડાજ સમયમાં ભારતની પ્રજા તેને શાહરુખ ખાન બનાવી દે છે. તેના નામ ના સહારે કેટલાયે લોકો જીવે છે તો કેટલાયે આત્મ હત્યા કરીને મરી જાય છે. અને એક દિવસ આ શાહરુખ ખાન કહે છે કે પાકિસ્તાન ના ખેલાડીઓ ને આઈ પી એલ માં ના રમવા દીધા એ બહુ મોટો અન્યાય છે. આ ભાઈ ને બહુ દુખ થયું. ભારતની પ્રજા ટીકીટના પૈસા ખર્ચેત, એ પૈસા માંથી કરોડો કરોડો રૂપિયા આ ખેલાડીઓ પાકિસ્તાન લઇ જઈ શકેત. આ રૂપિયા ફરતા ફરતા કોઈ ખોટા હાથમાં પહોચેત. તેમાંથી કેટલા બધા બોમ્બ બની શકેત અને ભારતની આ પ્રજાને મારી શકેત. શાહરુખ ખાન ને કેટલું દુખ થયું કે પકેસ્તાનના ક્રિકેટ હીરોને ભારતે રમવા ના દીધા. હવે થોડા જ દિવસમાં શાહરુખ ખાન ની માય નેમ ઇઝ ખાન આવશે. ફરી આજ પ્રજા પોતાના કરોડો રૂપિયા તેની પર ઓવારી દેશે.

૨) પ્રજાના અબજો અબજો રૂપિયા ના ખર્ચે ચુંટણીઓ યોજાણી. આ ચૂંટણી માં ચુંટાઈ ને એ કે એન્ટોની નામના એક મહાનુભાવ સરંક્ષણ મંત્રી બન્યા. ભારતની પ્રજાની રક્ષાની જવાબદારી તેમણે સ્વીકારી અને તે જવાબદારીના ભાગ રૂપે તેમણે ભારતની પ્રજાને કહી દીધું કે “પ્રજા વધુ આતંકવાદી હુમલા માટે તૈયાર રહે”. પણ તેમણે એ ચોખવટ ના કરી કે તૈયારી ના ભાગ રૂપે પ્રજાએ કરવાનું શું? ૧) મરવા માટે તૈયાર રહેવાનું? ૨) ઘરની બહાર નીકળવાનું બંધ કરી દેવાનું? ૩) કે પછી પ્રજાએ પોતેજ હવે લાકડી સાથે રાખવાની કે જેથી આતંકવાદી બોમ્બ ફોડવા આવે તો તેને મારી શકાય?

૩) સંજય દત્ત નામના એક કલાકારે મુંબઈ માં હુંમલા કરવાના એક અભિયાન માં ભાગ લીધો. હથિયારો સાચવવાની જવાબદારી પોતાના શિરે લીધી. અને સફળતા પૂર્વક પાર પાડી. સેકડો પ્રજાજનો ને મારી નાખ્યા. પરંતુ આ સંજય ના નસીબ ખરાબ એટલે પકડાઈ ગયો. થોડા વર્ષ જેલ માં કાઢ્યા. જેલ માંથી નીકળી તે મુન્નાભાઈ બની ગયો અને પ્રજા ફરી તેના પર મરવા લાગી. ૧૫ વર્ષે સજા નો ચૂકાદો આવ્યો. પરંતુ આ સંજયભાઈ ચૂંટણી માં ઉભા રહી ગયા. પ્રજાએ મત આપ્યા. સંજય એમ પી બની ગયો. હવે તે સંસદ માં બેસી કાયદો ઘડાશે. પ્રજા તે કાયદા નું પાલન કરશે.

આવતો ઘણા ઘણા ઘણા, ગણ્યા ગણાય નહિ વીણ્યા વીણાય નહિ એટલા કેસ ભારત ની પ્રજાએ વિશ્વ સમક્ષ મુક્યા છે. એટલે વધારે લખતો નથી. પણ આવા કેસ સ્ટડી રૂપે ભારતે વિશ્વ સમક્ષ જે કન્ક્લુઝન મુક્યું તે વિશ્વ ને જરૂર કામ લાગશે. “મૂર્ખ પ્રજાના હાથમાં જો શાસન આવે તો તે દેશ ના હાલ ભારત જેવા થાય છે.”

મારી વાત થી જો કોઈ ની લાગણીઓ દુભાણી હોય તો ક્ષમા કરશો. સાચું કહું તો બહુ પીડા થાય છે મને પણ આ લખતા કારણ કે હું પણ આજ પ્રજાનો ભાગ છું. પણ જે ઘર માં રહું છું તે ઘરની ગંદકી કેમ કરી ને સહન કરું? મારું બાળપણ ઘડનારા મારી માતા સહીત ના દરેક લોકો નો કદાચ આમાં વાંક છે. તેમણે મારામાં આ દેશ ભક્તિ ભરી દીધી. એટલેજ બહુ દુખ થાય છે આ જોઈને.

હું કોઈ પણ પ્રકારના રાજકીય કે ધાર્મિક સંગઠન નો ભાગ નથી. કે ક્યારેય થવાનો નથી. એક સારો ભારતીય બનવા ઇચ્છુ છું અને બસ એજ પ્રયાસ ના ભાગ રૂપે એવું લાગ્યું કે બીજાને આ જણાવું.

દુનિયામાં કશુજ શાશ્વત નથી, ખબર નહિ સમય ના આ અવિરત પ્રવાહ માં કેટલી ધરતી અને કેટલા ભારત બન્યા અને ખોવાઈ ગયા. પણ જે હાલમાં આપણી પાસે છે તેને જાળવવું એ પણ આપણી ફરજ છે. તમે જ્યાં પણ છો ત્યાં શક્ય હોય ત્યાં સુધી આ ફરજ નીભાવો તેવું હું ઈચ્છીશ. તન નહિ તો મન થી અને મન નહિ તો ધન થી અને ધન નહિ તો માત્ર વિચાર થી પણ જો કાર્ય સતત ચાલુ રહેશે તો ભારતની ભવ્યતા ને ટકાવવાની આશા પણ જીવંત રહેશે. તમે કહેશો એકલાથી શું થાય? પણ ૧૦૦ કૌરવો અને તેમની ૧૮ અક્ષૌહિણી સેનાને હરાવવા પાંચ પાંડવો અને એક કૃષ્ણની જ જરૂર પડે છે. અને જ્યાં કઈક સારા માટે પાંડવો લડવા તૈયાર હોય ત્યાં કૃષ્ણ તો કહ્યા વગર પહોચી જાય છે.

કાર્ડીઓગ્રામની લાઈન સીધી થઇ જાય તો?- Problems are part of life. Enjoy It.

આજે શરૂઆત એક કવિતાથી કરું.

જંગે ચડ્યો છું, અક્શૌહિણી સેના સામે જંગે ચડ્યો છું.

અભિમન્યુ શો એકલો હું,

આજ બસ રંગે ચડ્યો છું

અંગ પર ખીલી ઉઠ્યા ઘાવના ગુલમહોર

પણ એજ તો મારો તોર

યુદ્ધનો આનંદ પુરો માણતો……

હું એકલો મયદાનવી દળ-છળ

બધા સામે પડ્યો છું

મેદાન માં લદાયે વાળી ચિંતા શાને

જાણું છું કે હારવાનો નથી હું

સર્વ ને આલિંગન આપનારી પ્રીતથી

ઝળકવા હું કાળ ની સામે પડ્યો છું

એકલો જંગે ચડ્યો છું

–          જયંત પાઠક

કુંડળીના ગ્રહો ના સથવારે પોતાના જીવતર જીવી નાખતા લોકોને કદાચ આવી કવિતાઓ ના પણ સમજાય. “હે ભાગવાન મને મદદ કર” તેના કરતા “હે ભગવાન તું મારી ચિંતા ના કર, છેવટે તો તારું સંતાન છું, હું મારી રીતે લડી લઇશ અને જીતી ને પાછો આવીશ” તેમ કહેવા વાળા લોકો ભગવાન ને વધુ ગમતા હોય છે. અહી એવાજ બે લોકો નો પરિચય આપું છું.

વીમા રુડોલ્ફ :  ૨૨ ભાઈ બહેનો માં આ ૨૦મુ સંતાન જન્મ થી જ આંશિક અપંગ હતું. રંગભેદ ના લીધે સારી ચિકિત્સા ના મળી શકી. અછબડા, ડબલ નુમોનિયા વગેરે બીમારીઓ બાદ છેવટે બાકીનું કામ પોલીઓએ પૂરું કરી દીધું. ડોક્ટરે કહી દીધું કે આ છોકરી ક્યારેય ચાલી નહિ શકે. છેવટે પગ માં લોખંડ નો સળીયો લગાવ્યો. ૧૨ વર્ષની ઉમરે પહેલી વાર ચાલવાનું શરુ કરનારી વીમા પાસે આમ જોઈએ તો અખૂટ હિમત સિવાય કઈ નહોતું. પરંતુ આજ હિમત ના સહારે ચાલતા ચાલતા વીમા દોડવા લાગી. ઝડપ થી દોડવા લાગી, વધુ ને વધુ ઝડપ થી દોડવા લાગી. એટલી ઝડપી કે ૧૯૬૦ ના રોમ ઓલમ્પિકમાં ૧૦૦ મીટર, ૨૦૦ મીટર અને ૪૦૦ મીટર એમ ત્રણ રેસ માં ગોલ્ડ મેડલ મેળવ્યા.

સ્વામી વિવેકાનંદ : શ્રીમંત કુટુંબ માં જન્મેલા બીદ્ધિશાળી નરેન્દ્ર ના પિતાનું અવસાન થતા જ નરેન્દ્ર ની કસોટીની શરૂઆત થઇ. મિલકતો ના ભાગ પડ્યા. સગા સ્નીહીઓ કે કોર્ટ માં કેસ કર્યા. ધીરે ધીરે પૈસા ની ખેચ પાડવા લાગી. પોતાની માતા અને નાના ભાઈ બહેન ને ખાવાનું મળી રહે તે માટે કેટલાયે દિવસો સુધી નરેન્દ્ર એ ઉપવાસ પણ કર્યા. ઘર માં ખાવા માટે એકાદ દાણો પણ ગોત્યો ના જડે તેવી પરિસ્થિતિ આવી ગઈ. અભ્યાસ હજુ પુરો થયો નહોતો. ઘરનું પૂરું કરી શકાય તેવી કોઈ નોકરી મળતી નહોતી. દેખાવડા હોવાના કારણે કેટલીક પૈસાદાર ઘરની વંઠેલી સ્ત્રીઓ એ નરેન્દ્ર ને “જરૂરિયાતો” પૂરી કરવાના બદલા માં પૈસા આપવાનું વચન આપ્યું. પણ નૈતિક રીતે મજબુત એવા નરેન્દ્ર આવા કોઈ પાપ સામે જુક્યા નહિ. સન્યાસ લીધા પછી કોઈએ વિશ્વ ધર્મ પરિષદ માં શિકાગો જવા કહ્યું અને ટીકીટ કઢાવી દીધી. ત્યાં પહોચ્યા તો રહેવાના કોઈ ઠેકાણા નહિ. ભિખારીઓ ની જેમ પુરતા કપડા વગર -૧૦ ડીગ્રી તાપમાનમાં ઠુંઠવાઈને રાતો પસાર કરી. ખાવાનું ના મળ્યું. ચાલતા જતા લોકો મજાક ઉડાવતા અને બાળકો ટપલી મારતા જતા. છેવટે પરિષદમાં પ્રવેશ આપવાની પણ ના પાડવામાં આવી. મહિનાઓ આ રીતે કાઢ્યા. સાથે કઈ નહતું સિવાય કે હિમંત. બસ એના સહારે દિવસો કાઢ્યા. પરિષદ માં પ્રવેશ મળ્યો. માન મળ્યું. ધન મળ્યું. રામકૃષ્ણ મિશનની સ્થાપના કરી. નરેન્દ્ર માંથી સ્વામી વિવેકાનંદ બનેલા આ મહાપુરુષ ની યાદ માં આજે પણ તેમનો જન્મ દિવસ રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે ઉજવાય છે. તેમણે શિકાગોમાં જે દિવસે ભાષણ આપ્યું તે દિવસ ને આજે ૧૧૭ વર્ષ પછી પણ દુનિયા “વિશ્વ બંધુત્વ દિવસ” (World Brotherhood Day)  તરીકે ઉજવે છે.

આ ધરતી આવા નરવીરો માટે જ છે. જીવન માં મુશ્કેલીઓ તો આવતી જ રહેવાની. જીંદગી કોઈ ને કયારેય સીધી અને સરળ જતી નથી. ઝીગઝેગ જ હોય છે. અને એમાંજ જીંદગી જીવવાની મજા છે. કાર્ડીઓગ્રામ ની લાઈન સતત ઝીગઝેગ થતી રહેવી જોઈએ. જો એ લાઈન સીધી થઇ જાય તો????

સંબંધો કેળવતા શીખો | Contact and Relationship management for Business and Personal life

ધંધો હોય કે સામાજિક જવાબદારીઓ, સંબંધો દરેક જગ્યાએ ખુબ જરૂરી અને ઉપયોગી છે. ઈંટરનેટ થી માણસ ની સુવિધાઓ ચોક્કસ પણે વધી છે પરંતું સંબંધો માં ઓટ આવી છે. સંબંધો ને અનુલક્ષીને ગુજરાતી માં તો ઘણી બધી કહેવત છે.

ઓળખાણ એ તો મોટી ખાણ છે

શેરી ની ચપટી ધૂળ ની પણ જરૂર પડે

સંઘરેલો સાપ પણ કામનો

વગેરે વગેરે

ભલે બહારના લોકો ને unprofessional અને વળગણ જેવું લાગે પણ ગુજરાતી પ્રજાની સંબંધો જાળવવાની આ આવડતના લીધેજ ગુજરાતીઓ ઘણા આગળ છે.

યાદ રાખજો, જો તમારે લોકો સાથે મધુર સમાંબંધો હોય અને તે જાળવતા અને વિકસાવતા આવડતું હોય તો તમારા સંબંધ નો દરેક છટ્ઠો વ્યક્તિ તમને ભારત ના પ્રધાનમંત્રી સુધી પહોચાડી શકે છે. વિચારી જુઓ શાંતિ થી. તમારા સંપર્ક માં જરૂર એવો એક માણસ હશે કે જેની લીંક એક કે બીજી રીતે પ્રધાનમંત્રી સુધી પહોચતી હશે. સીડી બનાવતા વધુમાંવધુ છટ્ઠો વ્યક્તિ તમને જરૂર તમારા ધર્યા કાર્ય સુધી પહોચાડી દેશે. પણ આપણે એટલા મીઠા સંબંધો રાખતા આવડે છે ક્યાં?

બસ ઈંટરનેટ વપરતા આવડે છે અને તે પણ unproductive અને non creative કામ માટે.