મૌન | Silence | The most powerful speech, control your self with strength of silence

મૌન. એક એવી તાકાત જે બધાની પાસે છે પણ કોઇ ઉપયોગ કરતું નથી. પણ જે અા તાકાત નો ઉપયોગ કરે છે તેમણે પછી કયારેય પોતાની વાત મનાવવા માટે બોલવાની જરૂર નથી પડતી. જેમ ગરમ થઇ ગયેલ ગાડીને કુલ કરવી પડે તેજ રીતે રોજ અોછામાં અોછી 15 મીનીટ પોતાની જાતને શાંત પડવા દો. ઘરમાં, અોફીસમાં, ગાર્ડનમાં કે જયાં પસંદ પડે ત્યાંય શાંત જગ્યા ગોતી ત્યાંજ રોજ પોતાની જાત સાથે સમય પસાર કરો. બને તો કુદરતની વધુ નજીક રહો. અા સમય દરમ્યાતન પોતાની જાતને વધુ એકસપ્લોજર કરો. વધુ ખુલવા દો. જીંદગી વધારે અારામદાયક લાગશે.

અભય | Discard Fear from your heart | Fearlessness

ભય એ માણસની જીંદગીમાં બહુ મહત્વની વસ્તુ છે. એ ભય જ છે કે જે મણસને મહામાનવ બનતો રોકે છે. કોઇ પણ સાહસીક કાર્ય કરતાજ સહુથી પહેલા માણ્સરના મન માં ઉભી થતી લાગણી ભય છે. અને તે માણસને સાહસ કરતા અટકાવે છે. જો અા ભય અભય માં ફેરવાઇ જાય તો ઘણી સમસ્યાઅોનું સમાઘાન થઇ જાય.

અાવે છે કયાંથી અા ભય? શુ નાના બાળકને કોઇ ભય છે? ના બીલકુલ નહી. તેને નથી અંઘારાનો ભય, નથી એકલતાનો, નથી અાગ, નો નથી નિષ્ફળતાનો. ભય તો તેનામાં મુકવામાં અાવે છે, કહેવાતા વડીલો મારફત.

જો બાવો અાવ્યો…. ઉપાડી જશે.
ભપ થઇ જવાય.
જો પોલીસ અાવી
એમ ના કરાય લોહી નીકળે.

બસ અામ કરતા કરતા કયારે તના મા ભય ‍સ્થાપીત થઇ ગયો તેની કોઇ ને ખબર પણ નહી પડે.
કેળવણી જરુરી છે પણ અા રીતે નહી. બાકી નાનપણ માં રમતમાં જ જમીનથી 10 12 ફુટ સુઘી ઉચે ઉછળતું બાળક મોટુ થતા ટેબલ પર પણ સારી રીતે ચડી શકતું નથી તેનું કારણ? ભય. બીજુ કશુજ નહીં.

કેળવણી એવી અાપો જે મનુષ્યને અભય બનાવે.

થોડું મારા વિષે જણાવું

વહાલા દોસ્તો,
મજામા હશો.

હુ પ્ર શાંત મામતોરા. Information Technology Engineer છું. મારો પોતાનો Software Development, Web Development અને IT Consultancy Services નો બિઝનેસ છે. મારી કંપની ઇંડિસ સર્વિસીસ (Indies Services, http://www.indies.co.in).

ડાયરી તો હુ અામ પણ લખુ છું. થયું મારા વિચારો ને લાવને લો કો સાથે શેર કરું. ટેકનોલોજીની અા દુનીયામાં એ વળી હવે કયાં અઘરું છ? બસ એટલેજ અા બ્લોગ શરું કરુંછું. અાશા રાખું અાપ્‍ ને ગમશે. તમારા સુચનો મને ગમશે.