દુનિયા ગોળ છે… અને સમય પણ….

જયારે બાળક ૫ વર્ષનું હોય છે ત્યારે એને એમ હોય છે કે એની માતા ને બધી જ ખબર પડે છે. એને બધું જ આવડે છે. એ જે કહે છે એ બધું સાચું જ હોય છે. જયારે એ ૧૫ વર્ષનું થાય છે ત્યારે એને થાય છે કે આ અમુક વાતો માતા ને ના ખબર પડે. એ કેહેશે એમાંથી ૫૦ ટકાજ સાચું હશે. જયારે એ ૨૫ વર્ષનો થાય છે ત્યારે તેને થાય છે. મારી માને કઈ જ ભાન નથી પડતી. કશું જ આવડતું નથી એને. એ કહે એમાં કશી ભલીવાર હોતી નથી.

આ વ્યક્તિના લગ્ન થાય છે, એના છોકરા થાય છે. એ બાળક ૫ વર્ષનું થાય છે. ત્યારે કોઈ કોઈ વાતમાં એને એમ થાય છે કે આ મારી મા કહેતી એ સાચું હતું. જયારે તેનું બાળક ૧૫ વર્ષનું થાય છે ત્યારે એને એના બાપને થાય છે કે મારી માતા કહેતી એમાંથી ૫૦ ટકા સાચું જ હતું. જયારે આ બાળક ૨૫ વર્ષનું થાય છે ત્યારે એના બાપા વિચારે છે. મારી માતાને બધી જ ખબર પડતી. એ જે કહેતી એ સાચું જ હતું. મેં તેનું બધું માન્યું હોત તો સારું હતું.

અને એજ સમયે આ બાળકનો ૨૫ વર્ષનો છોકરો કઈક જુદુ વિચારતો હોય છે. સમયનું ચક્ર ચાલ્યા કરે છે. ચાલ્યા જ કરે છે….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *