જો ભારતની પોતાની પણ એક વિકીલીક્સ હોય તો……….

દુનિયાભરના રાજકારણીઓ અને ખાસ કરીને અમેરિકન સરકારની ચોટલી ઉભી કરી દેનારી વેબસાઈટ વિકીલીક્સ આજકાલ ચર્ચામાં છે. દેશ અને જગત આખાનું શાસન કરનારા ગણ્યા ગાઠયા લોકો કઈ રીતે પોતાની મુનસફીથી કરોડો અબજો લોકોને મુરખ બનાવતા હોય છે તે આ વેબસાઈટ ઉદાહરણ સહીત રજુ કરી રહી છે. એવામાં ભારતના રાજકારણીઓ, સરકારી અમલદારો, ઉદ્યોગપતિઓ, અને સાધુ બાવાઓ ની પોલ ખોલે એવી એક ભારતની વિકીલીક્સ જેવી વેબસાઈટ હોવી જોઈએ એવું કેટલાક વિચારે છે. જો ભારતની પોતાની પણ એક વિકીલીક્સ હોય તો……….

તો શું કરી લેશું આપણે? ભારતની પ્રજામાં છે એટલી મર્દાનગી કે એ સત્તામાં રહેલા નાલાયક નેતાઓને ધૂળ ચાટતા કરી શકે? ભારતની પ્રજામાં છે એવી નૈતિકતા કે લંપટ બાવાઓને ઘરભેગા કરી શકે? છેલ્લા ૧-૨ મહિનામાં જ ભારતમાં સરકારી બાબુઓ અને નેતાઓએ કરેલા ચાર લાખ પંચોતેર હાજર કરોડ રૂપિયાના કૌભાંડો બહાર આવ્યા છે. શું કરી લીધું આપણે તેને? અરે તેમને સવાલ પૂછવાની પણ આપનામાં હિમત છે. અને તેનાથી પણ વધુ મુદ્દાનો સવાલ એ છે કે આપણી પાસે આ માટે સમય છે ખરો?

આપણામાં નથી દેશ માટે કોઈ પ્રેમ, નથી નૈતિક તાકાત, નથી આત્મસન્માન, તો પછી શું કરી લઈશું એક વિકીલીક્સ બનાવીને? તો પછી જેમ ચાલે છે એમ ચાલવા દઈએ…. અને રાહ જુઓ કે ફરી કોઈ ઘોરી, ગઝની, બાબર કે ક્લાઈવ આવે અને આ દેશને ફરી ગુલામ બનાવે.

જ્યાં સુધી આપણે સહુ ભારતીયો એક થઇ એક દિશામાં નહિ વિચારી શકીએ, મર્દની જેમ સમસ્યાઓનો સામનો કરી તેનું નિરાકરણ નહિ લાવી શકીએ, કાયરતાને પોષતા આપણા તમામ દુર્ગુણોને ફગાવી નહિ દઈએ, ધર્મને નામે ચાલતા સામાજિક દુષણો ને સળગાવી નહિ દઈએ, મહાભારત, રામાયણ કે ગીતા માં દર્શાવેલા ખરા “ધર્મ” ને સમજી પોતાનો ધર્મ નહિ બજાવીએ ત્યાં સુધી એક મહાસત્તા બનવા માટે તો શું ભારતનું અસ્તિત્વ બચાવવા માટે પણ આપણે નાલાયક જ રહેવાના.

3 thoughts on “જો ભારતની પોતાની પણ એક વિકીલીક્સ હોય તો……….

  1. Krishna says:

    વિકીલીક્સ અપણા દેશ માં એટલી અસરકારક ના નીવડી શકે તે પાછળ નું મુખ્ય કારણ એ પણ હોઈ શકે કે લોકો બંધારણ વિશે એટલું જાણતા નથી, રાજકારણ માં સામાન્ય વ્યક્તિ નું કામ નથી કારણ કે તેમાં money અને powers બંને જરૂરી છે,….અન્ના હજારે ના લોકપાલ બીલ ના ધરણા પછી તો એમ પણ કહી શકાય કે લોકો મીડિયા જે જોવડાવા માંગે છે તે જ જોવા ટેવાયેલા છે… જોયે સરકાર ૧૫ ઓગસ્ટે આ અંગે કેટલી દરખાસ્ત માન્ય રાખે છે…!!

    • prashantmamtora says:

      એ વાત સાચી કે રાજકારણમાં મની અને પાવર બંને જરૂરી છે. પણ સમસ્યા એ છે કે સજ્જનો નિષ્ક્રિય છે અને દુર્જનો સક્રિય છે. નઠારા લોકોને પોતાના મની અને પાવરનો ઉપયોગ કરતા આવડે છે જયારે સારા લોકો કે જેમની પાસે મની અને પાવર છે તે કા તો ડરપોક છે અથવા આવડત વગરના છે.

  2. Krishna says:

    ડરપોક ……કેટલીક હદે કહી શકાય …!! પણ હાલ માં જ જાપાન પર આવેલી આફત વખતે ત્યાંના કોઈ ઉદ્યોગપતિ એ કહેલું કે આ ભારત નથી ત્યાંના લોકો બહુ જલ્દી ભૂલી જાય છે અને અહી જાપાન માં તો પડેલ વ્યક્તિ નો હાથ પણ કોઈ ના પકડે.. ભારત એ લોકશાહી દેશ છે. જનશક્તિ એ જાગૃત થવાની જરૂર છે.. બાકી એક વ્યક્તિ થી કશુંજ ના થાય . હવેના આ તબકે થોડા ઘણા ફરેફાર જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *