અને…. આમ લુંટાયુ સોમનાથ…..

ઈ.સ. ૧૦૨૬નું વર્ષ હતું. આ પહેલા ૧૫ વખત મહમુદ ગઝની ભારત આવી ચુક્યો હતો. સોનાની આ ચીડીયાને લુટવા માટે. દરેક વખતે બેહિસાબ સંપત્તિ લુટી તે ખુબ આરામથી ફરી પોતાના દેશ પાછો ચાલ્યો જતો. આ વર્ષે ફરી તેણે ૧૬મિ વખત ભારતને લુંટવાનું નક્કી કર્યું અને ફરી એક વખત નિશાન હતું ગુજરાતના દરિયા કાંઠે આવેલું સોમનાથ. ધનના અખૂટ ભંડાર ધરાવતું આ ધર્મસ્થાન સંપત્તિની બાબતમાં બેજોડ હતું. મંદિરમાં ભગવાનની સેવા માટે ૧૦૦૦ પુજારીઓ હતા. યાત્રાળુઓના મુંડન માટે ૩૦૦ વાણંદ હતા. શિવજીના અભિષેક માટે રોજે રોજ ગંગાજળ ૧૯૦૦ કિલોમીટર દુરથી લાવવામાં આવતું. સોના ચાંદીના આભૂષણોનો કોઈ હિસાબ કોઈ પુસ્તક માં મળતો નથી. આ બધું નિભાવવા માટે સોમાનાથ ની આજુબાજુના ૧૦૦૦૦ ગામોની જાગીર આ મંદિરને મળી હતી.

આવી સંપત્તિ લુટવામાટે કોઈ પણ કેમ ના આકર્ષાય? મહમુદ ગઝની પણ આવ્યો. સોમનાથના મંદિર ને સંપૂર્ણ પણે લૂટ્યું. ૫૦૦૦૦ ભક્તોએ મંદિરને બચાવવા આડાશ કરેલી તે બધાને મારી નાખ્યા. શિવ લિંગ ના ટુકડા કર્યા. માર્ગમાં આવતા દરેક શિવ મંદિર ના લિંગ ના પણ ટુકડા કર્યા. આ બધા ટુકડા તે પોતાની સાથે લેતો ગયો અને ગઝની ખાતે નવી બંધાતી મસ્જિદના પગથીયા માં આ બધા ટુકડા જડી લીધા.

ગુસ્સો આવે છે મહમુદ ગઝની પર? પણ આતો હજી એકજ ભાગ છે. હવે બીજો ભાગ વાચો.

એ વખતે ગુજરાત રાજ્ય તો ન હતું પણ અણહિલવાડ નામની જાગીર હતી. સોલંકી વંશના રાજાઓની આ જાગીર અતિશય મોટી કહેવાતી. પાટણથી રાજ ચલાવતા આ રાજાઓનું રાજ્ય આજના લગભગ મોટાભાગના ગુજરાત માતો હતુજ. પરંતુ ભીમદેવ સોલંકી નામના રાજાએ સેકડો કિલોમીટર દુર આવેલું સિંધ પણ જીતી લીધું. સિંધ પ્રાંતમાં એ સમયે હમીર સુમરા નામના મુઘલ રાજાને તેણે હરાવ્યો. પરંતુ ભીમદેવ જયારે ત્યાં સિંધમાં લડતા હતા એ સમયે માળવાના રજા ભોજએ પાટણ પર આક્રમણ કરી દીધું. પાટણ અને અણહિલવાડ માં સંપત્તિને નામે મીંડું રહ્યું. પાછા ફરી થોડા સમય પછી ભીમસેન એ ભોજ રાજા પર આક્રમણ કરી તેને હરાવ્યો. અંદરો અંદરની આ લાંબી અને વિનાશકારી લડાઈમાં ભીમસેન અને ભોજ રાજા દરેક રીતે ખતમ થઇ ગયા. એજ સમયે મહમુદ ગઝની સોમનાથ પર આક્રમણ કર્યું. અને વાયા પાટણ સોમનાથ સુધી પહોચ્યા. નબળો પડેલો ભીમદેવ દુરના કિલ્લામાં સલામત જતો રહ્યો. નાના નાના સુબાઓ અને સરપંચોને ભેગા કરી ૨૦,૦૦૦નુ હથિયારબંધ લશ્કર તૈયાર કર્યું. પણ જંગલ માં સંતાઈ રહ્યો. એ આશયથી કે જયારે ગઝની પાછો ફરશે ત્યારે તેણે પડકારશે. આ તરફ ગઝનીએ સોમનાથ લુટી પાછા ફરવા માટે જુદો રસ્તો પકડ્યો અને ભીમદેવ નું લશ્કર જંગલમાં વાટ જોતું રહ્યું.

૫૦,૦૦૦ બિન કેળવાયેલા અને યોગ્ય શાસ્ત્રો વગરના ભક્તો કે જે સોમનાથ ને બચાવવા આવ્યા હતા તે તમામને ગઝનીએ મારી નાખ્યા. તેમને ભીમદેવના ૨૦૦૦૦ કુશળ સૈનિકોનો સાથ મળી ગયો હોત તો?

ભીમદેવ જયારે મુઘલો સામે લડતો હતો ત્યારે ભોજ રાજાએ ભીમદેવની મદદ ના કરી તો કઈ નહિ આક્રમણ ના કર્યું હોત તો?

ભીમદેવના લશ્કરને બીજા રાજાઓએ સોમનાથ બચાવવા માટે લશ્કર અને હથિયારોની મદદ કરી હોત તો?

હવે ગુસ્સો કોના પર આવે છે ગઝની પર કે બીજા કોઈ પર? કે પછી ક્યારેય એક ના થઇ શકતા આપણા ભારતીયોની માનસિકતા ઉપર?

ગુસ્સા કરતા દુખની વાત એ છે કે ૮ જાન્યુઆરી ૧૦૨૬ ના રોજ ગઝની એ સોમનાથ લૂટ્યું તે વાતને લગભગ ૧૦૦૦ વર્ષ થઇ ગયા. આજે પણ આ દેશમાં રોજ કોઈને કોઈ વિદેશી આવીને અક્ષરધામ, રઘુનાથ મંદિર, રેલ્વે સ્ટેશન, દુકાન, સંસદ ભવન કે જ્યાં ફાવે ત્યાં લૂટ ચલાવી જાય છે, બોમ્બ ફોડી જાય છે અને લોકોને મારી જાય છે. અને આ જયારે બનતું હોય છે ત્યારે ભારતના કેટલાક રાજ્યો નદીનું પાણી કોને મળે તે માટે બસો સળગાવતા હોય છે. એક રાજ્ય ના લોકો પોતાના શહેરમાં આવેલા પરપ્રાંતીયની નિર્દયતા પૂર્વક ધોલાઈ કરી રહ્યા હોય છે. એક જ જ્ઞાતિની બે પેટા જ્ઞાતિઓ રીઝેર્વેશન કોને મળે તે માટે એક બીજાના લોહી પી રહ્યા હોય છે. એક જ સાધુ એ ઉભા કરેલા બે સંપ્રદાય ના ભક્તો પહેલા કોની જય બોલાવવી તે માટે મંદિરમાં જ એક બીજાના કપડા ફાડી રહ્યા હોય છે. અને એક રાજ્યના લોકો પોતે અલગ ભાષા બોલતા હોવાથી પોતે અલગ થવા માટે અબજો રૂપિયાની સંપત્તિનો સર્વનાશ કરતા હોય છે.

બીજા તો કોઈને મારે કશું નથી કહેવું. બસ ભગવાન સોમનાથને એક શિખામણ આપવી છે. હેં ભગવાન તમે હજુ આ દેશમાં સલામત નથી. તમે તમારી રક્ષા તમારી જાતે કરી લેશો. અમારી પાસે કોઈ અપેક્ષા રાખતા નહિ.

અફસોસ કે આ દેશમાં માત્ર ભીમદેવ અને ભોજ જ પાક્યા. વ્યક્તિગત રીતે આપણે ગમે તેટલું કમાતા હોઈએ. માં કે બાપના જીવ બચાવા માટે પણ જો આપણી કમાણી ભેગી કરી એક ના થઇ શકીએ તો શું જરૂર છે આપણી ઘરમાં?

4 thoughts on “અને…. આમ લુંટાયુ સોમનાથ…..

  1. દર્શન says:

    ખૂબ સાચી વાત.
    જો રાજાઓ એક રહ્યા હોત તો બાહ્ય આક્રમણ ક્યારેય સફળ ના થયા હોત. પછી તે મુઘલો હોય કે અંગ્રેજો હોય. બે ભાઈ ઘરમાં લડતા હોય, પણ બહારથી કોઈ ગુંડો આવીને ઘરમાં શાસન જમાવે તો તે બંને ભાઈઓ એક થઈને તેની સામે લડે, આવી સાવ સિમ્પલ વાત રાજાઓ કે તેમના મંત્રીઓ ન સમજે તે કેવી કમનસીબી કહેવાય.

    અહી ચાણક્યને પણ યાદ કરવા રહ્યા જેમણે સમગ્ર ભારત ના રાજાઓને સિકંદર સામે લડવા એક કર્યા અને તેના આક્રમણ ને પાછુ ઠેલાવ્યું. આજે દેશને ચાણક્ય કે સરદાર જેવા મજબૂત નેતાની જરૂર છે.

  2. vyas ashish says:

    hi mr.prashant. mane pan history ma ras chhe. ape lakhelu anahilwad vise vanchyu. hu pan Gujarati historical novel vanchu chhu
    jema ‘somtirth’ hamnaj puri thai ane have “karanghelo” vanchu chhu. sobha somnath ki serial pan hu jou chhu. have pachhina lekh vishe janav jo.
    vyas ashish

    • prashantmamtora says:

      ભીમદેવની વ્યક્તિગત મહાનતાને કોટી કોટી વંદન. પણ જે મહાનતા અને સામર્થ્ય છેવટે ધર્મ, રાષ્ટ્ર અને સમાજને યોગ્ય સમયે અને યોગ્ય રીતે કામમાં ના આવે તે કશાજ કામની નથી. અહિયાં કોઈ વ્યક્તિને ખરાબ ચીતરવાનો આશય નથી, બસ ભૂતકાળની તેમની ભૂલમાંથી આપણે સહુ શીખીએ તો તેઓની ભૂલ પણ માફ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *